<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

હળવદના મયુરનગર ગામે વાડીમાંથી ૮ લાખનો દારૂ પકડાયો

(રજાક બુખારી દ્વારા) માળીયા મીંયાણા તા. રપ :..   જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીની સુચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.પી.પંડયાને  હકિકત મળેલ કે, ભાનુભાઇ ચંદુભાઇ ડાંગર રહે.મયુરનગર તા.હળવદ   પોતાના કબ્‍જા ભોગવટા વાળી  સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્‍લીશ દારૂ / બીયરનો જથ્‍થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી  હકિકત આધારે રેઇડ કરતા

 ઈંગલીશ દારુની બોટલોમા મેકડોવેલ્‍સ નં-૧  નંગ-૬૪૫ કિ.રૂ.૩,૬૨,૪૯૦/- જોની વોકર  નંગ-૧૯૭ કિ.રૂ.૨,૯૭,૦૭૬,/- બ્‍લેન્‍ડર્સ પ્રાઇડ  બોટલો નંગ-૯૬ કિ.રૂ.૧,૦૬,૨૭૨/ ટુબર્ગ સ્‍ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન નંગ-૨૬૪ કિ.રૂ.૨૫,૬૦૮/- ગણી મોટી બોટલો નંગ-૭૩૪ બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭,૯૧,૪૪૬/- નો મુદામાલ કબજે કર્યો હતો

આ કામગીરીમા એમ.પી.પંડયા પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી તથા પોલીસ.સબ.ઇન્‍સપેકટર બી.ડી.ભટ્ટ એસ.આઇ. પટેલ વી.એન.પરમાર તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્‍કવોડ મોરબીના પોલીસ સ્‍ટાફ કામગીરીમાં જોડાયેલ હતાં.

(11:44 AM IST)