<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં જોવા મળતી ભારે રસાકસી

 

(મહમદ રાઠોડ દ્વારા) તા. ૨૫:  આગામી પાલીકાની ચૂંટણીમાં જાહેર થતાની સાથે જ ગરમાવો આવી ગયો છે. વોર્ડ નં- ૧થી૭ ની કુલ ૨૮ બેઠકોમાં પછાત વર્ગની ૮ બેઠકો તેમજ એસસીની બે બેઠકો તેમજ સામાન્‍ય બિન અનામત  ૧૬ બેઠકો, તેમાં સ્‍ત્રી અનામતની બે સામાન્‍ય તથા અન્‍ય બીજીમાં સાત બેઠકો સ્‍ત્રી અનામત રાખવામાં આવી છે. ત્રીજી બેઠકમાં બે બેઠકો ઓબીસી માટે સામાન્‍ય રાખવામાં આવી છે અને ચોથી બેઠક બિન અનામત સામાન્‍ય ૭ બેઠકોની ચૂંટણી આગામી તા. ૧૬/૨/૨૫ ના રોજ મતદાન યોજાશે.

જેમાં તા. ૨૭/૧/૨૫ થી જાહેરનામુ પ્રસિધ્‍ધ કરાશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૧/૨/૨૫ છે. જે ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.૩/૨/૨૫ ના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની તા. ૪/૨/૨૫ છે. એ ઉમેદવારી કર્યા બાદ માન્‍ય ઉમેદવારોની પ્રસિધ્‍ધિ ચૂંટણી અધિકારી, નાયબ કલેકટર, વાંકાનેર તથા મામલતદાર અને ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિધ્‍ધ કરવામાં આવશે.જે તમામ માન્‍ય ઉમેદવારોની ચૂંટણી ૧૬/૨/૨૫ ને રવિવારે સવારે ૭ થી સાંજના ૬ વાગ્‍યા સુધી મતદાન મથકોની જરૂર પડે તો તા. ૧૭/૨/૨૫ ના રોજ મતદાનનો વિકલ્‍પ- રીઝર્વ રખાયેલ છે.મત ગણતરી ૧૮/૨/૨૫ ના રોજ થશે.

આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અન્‍ય અપક્ષો ચૂંટણી મેદાનમાં હોઇ, વાંકાનેરના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર ૧૧ માટે, સુપરસીડ થયા બાદની સૌથી ટુંકી મુદ્‌તની આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. પાલીકા ઉપરાંત વાંકાનેર તા. પંચાયત ની ચંદ્રપુર બેઠકની ચૂંટણીપણ સાથે જ યોજાનાર છે

(11:28 AM IST)