તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રજાસત્તાક પર્વની દેશભકિતના માહોલ સાથે ઉજવણી
ધ્વજવંદન, દેશભકિત ગીતોનું ગાન-સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકો જોડાશે

રાજકોટ તા. રપ :.. કાલે તા. ર૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભવ્યતાથી ઉજવણી કરાશે. ધ્વજવંદન, દેશભકિત ગીતોનું ગાન - સ્પર્ધા સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી :.. ભારતના ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે ૨૬-૧-૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૯ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ મોરબી ખાતે શહેર કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં સવારે ૯ કલાકે મોરબીના નાયબ કલેક્ટર ઉમંગ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં કરવામાં આવશે. ૯:૧૦ કલાકે નાયબ કલેક્ટર દ્વારા પ્લાન્ટુ નિરીક્ષણ કરવામાં આવશે. ૯-૨૦ કલાકે નાયબ કલેક્ટર પ્રાસંગિક ઉદબોધન કરશે.૧૦ કલાકે સાંસ્કળતિક કાર્યક્રમ, અને ૧૦-૧૦ વળક્ષારોપણ કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવશે. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેકટરશ્રીએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્્બોધન, સાંસ્કળતિક કાર્યક્રમ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
