તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
બરડા ડુંગરમાંથી મળેલ બન્ને કંકાલ નેસડાના પ્રેમીપંખીડાના હોવાનું ખુલ્યું
અંબોડો અને તાવીજ ઉપરથી યુવતિ અને સોનાની કડી ઉપરથી યુવકની ઓળખ થઇઃ ૬ મહિના પહેલા જીવ દીધો'તો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. રપઃ દ્વારકા જીલ્લાના બરડા ડુંગરમાં આવેલા કિલ્લા પાસેથી જંગલમાં ઉંડે ત્રણેક કિ.મી. અંદર આવેલા એક ફોરેસ્ટ વિભાગે આ બાબતે પોલીસ તંત્રને જાણ કરી હતી.
જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ડી.વાય. એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તથા ઇન્ચાર્જ પો.ઇ. મારૂ દ્વારા તુરંતજ આ માનવ કંકાલને લઇને ફોરેન્સીક તપાસ હાથ ધરી હતી. મહીનાઓ પહેલા થયેલા આ બનાવમાં બન્ને વ્યકિતના શરીરની ચામડી સુકાઇ ગઇ હોય માત્ર હાડકાજ હતા જેના પરથી વષાો તથા હાડકાના બંધારણ પરથીસ્ત્રી પુરૂષ બે માનવ કંકાળ હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શનમાં ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિએ ઉંડી તપાસ કરતા ઘટના સ્થળેથી એક માળીયુ તાવીજ તથા એક મોબાઇલ નર કંકાલના શરીર પરના કપડા ઉપરથી તપાસ કરતા આસ્ત્રી પુરૂષ જેમના નર કંકાલો મળ્યા હતા તે નજીકના નેસડામાંથી ગુમ થયેલ યુવક યુવતિના હોવાનું સાબીત થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મૃતકના વાળનો અંબોડો તથા તેમાં તાવીજ હતુ જેના પરથી બાજુના નેશમાં રહેતી મંજુબેન તીખાભાઇ ચાવડા ઉ.વ. ૧૯ હોવાનું તેના કુટુંબીજનો એ વષાો તથા તાવીજ પરથી કહયું હતું, તો બીજા મૃતદેહના હાડકા ખોપરી પાસેથી સોનાની કાનમાં મહેરવાની કડી મળી આવેલી જેના પરથી ભાણવડના ઢેબર ગામના કરસનભાઇ ભીખાભાઇ ફગાસ હોવાનું તેના કુટુંબીજનોએ ઓળખી કાઢી જણાવ્યું હતું.
એમ મનાય છે કે આ બન્ને યુવક - યુવતિને પ્રેમ હોય તેમના લગ્નનો મેળ ના પડતા જંગલમાં ઉંડે જઇને આપઘાત કર્યો હશે. જો કે એફ. એલ. એસ. ની ટીમ તથા મેડીકલ ટીમ દ્વારા બન્નેના ડી. એન. એ. ટેસ્ટની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. છ માસ પહેલા જુન ર૪ ની સાલમાં આ યુવતિ તથા યુવાન ગૂમ થયા હતા જેની પોલીસને પણ જાણ થઇ હતી તે પછી છ માસ સુધી શરીર દોરડામાં લટકતા હાડપીંજર થઇ ગયા હતા તથા હાડકા પણ તૂટી ગયા હતાં.
પોલીસની ત્વરિત કામગીરી
દેવભૂમિ દ્વારકા પોલીસની ત્વરીત કામગીરી પ્રસંસનીય બની છે. બે નર કંકાલ મળતા તા. ર૪ કલાકમાં છ માસ પહેલા મૃત્યુ પામેલા યુવક-યુવતિની ઓળખ પણ પોલીસે કરી અને તાકીદે અણઉકેલ બે નર કંકાલનું રહસ્ય પણ ઉકેલી નાખેલ.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
