<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પોરબંદરમાં સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા ડો. મંદક્રાન્‍તા રોયનું ભરતનાટ્ટયમ

સોમવારે યોજાનાર ભરતનાટ્ટયમ કાર્યક્રમમાં કલા રસિકોને પધારવા સ્‍પિકમૈકે દ્વારા આમંત્રણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રપઃ ભારતીય શાષાીય સંગીત, નૃત્‍ય અને સંસ્‍કૃતિના પ્રચાર-પ્રસાર કરતી સંસ્‍થા ‘સિપકમૈકે' દ્વારા તા. ર૭ સોમવારે જવાહર નવોદય વિદ્યાલયમાં સાંજે ૬ વાગ્‍યે સંગીત નાટક અકાદમી એવોર્ડ પુરસ્‍કૃત કલાકાર ડો. મંદાક્રાંતા રોય ભરત નાટ્ટયમ નૃત્‍ય પ્રસ્‍તુત કરશે.

ભરતનાટ્ટયમ નુત્‍ય કાર્યક્રમમાં ડો. મંદક્રાંતા રોય ભરત નાટ્ટયમાં, વિગ્નેશ જયરમન મૃંદગમ, વેંકટેશ્‍વર કુપ્‍પુસ્‍વામી ગાયન, સોમ્‍યા કન્નર વાયોલિન, મોહના ઐયર નટટુવાંગમ સહકાર આપશે. કાર્યક્રમ માટે સિપકમૈકેનાં જીતુભાઇ રાણીંગા ચેરમેન, પરેશભાઇ રાજપરા જોઇન્‍ટ સેક્રેટરી, વિપીનભાઇ કક્કડ સેક્રેટરી તથા ડો. જયેન્‍દ્રભાઇ કારીયા ચીફ એડવાઇઝર જહેમત ઉઠાવી રહયા છે. કાર્યક્રમ સોજન્‍ય : સુરભી કલાવૃંદ છે

(1:36 PM IST)