<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

જેતપુરમાં વીર દાદા જસરાજ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞપવિત કાર્યક્રમ યોજાયો

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૫: શ્રી વીરદાદા જશરાજ સેવા સમિતિ દ્વારા વિરદાડા જસરાજ જયંતિ નિમિતે શહેરના રઘુવંશી બાળકો માટે ભવ્‍ય સમૂહ યજ્ઞોપવિત સંસ્‍કારનું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી નવાગઢ ખાતે કરવામાં આવ્‍યું હતું.  જેમાં કુલ ૧૦ બતુકો જોડાયા હતા યજ્ઞો પવિત ની વિધિ જ્ઞાતિ ગોર  અજયભાઈ શાષાી દ્વારા શાષાોક્‍ત રીતે કરાવવામાં આવેલ બાદ તમામની કાશિયાત્રા ઢોલ નગારા, ત્રાંસા ના સથવારે ફટાકડાની આતશબાજી થી કરાયેલ.

આ તમામ બાતુકો ને ઉપસ્‍થિત આગેવાનો, અગ્રણીઓ એ આશીર્વાદ તથા અલગ અલગ ગિફ્‌ટ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે શ્રી રામધામ (જાલિડા) ટ્રસ્‍ટ ના મહિલા અધ્‍યક્ષ માન.સોનલબેન વસાણી,અમરેલી જિલ્લા રઘુવીર સેના પ્રમુખ વિશાલભાઈ સોઢા, પ્રકાશભાઈ કારિયા, મહેશભાઈ મશરૂ તથા શહેરના સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 કાર્યક્રમ ને સફળ બનાવવા  પ્રમુખ અરવિંદભાઈ વણજારા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(1:48 PM IST)