<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

જેતપુરના બોરડી સમઢીયાળામાં સિંહ પરિવારના આંટાફેરાથી લોકોમાં ભય

રોડ ઉપર આંટાફેરા મારતા હોવાનો વિડીયો સોશ્‍યલ મિડીયામાં વાયરલ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૫ :  જેતપુર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિંહના આટા ફેરા હવે વધવા લાગ્‍યા છે. શિકારની શોધમાં જંગલ વિસ્‍તાર છોડી રેવન્‍યુ વિસ્‍તારમાં આવી પહોંચ્‍યા છે. ત્‍યારે જેતપુર તાલુકાના બોરડી સમઢીયા ગામ નજીક મોડી રાત્રે સિંહ પરિવાર રોડ આવી પહોંચ્‍યો હતો. જોકે રોડ પર વાહન  ચાલકોની અવરજવર રહેતી હોવાની સિંહે પશુઓનું મારણ કર્યુ ન હતું આ સમગ્ર ઘટનાનો ફોર વ્‍હીલ ચાલકે ફોન કેમેરામાં વિડિયો કેદ કર્યો હતો. હાલઆ વિડીયો જેતપુર તાલુકાના ગ્રામીણ વિસ્‍તારોમાં વાયરલ થયો છે. તેમજ વન વિભાગ સિંહ પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે. જેતપુર પંથકમાં ઘણા સમયથી સિંહોના આંટાફેરા જોવા મળે છે. વન વિભાગ દ્વારા સિંહો ઉપર નજર રાખવામાં આવી રહી છે

(1:51 PM IST)