<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

જામનગરમાં ઇટ્રા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન

કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારાયા :ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરાયું

જામનગર : ‘ઇટ્રા’ દ્વારા ભારત સરકારના ૧૦૦ દિવસ ટી.બી.નાબૂદિના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આજે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ-તબિબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદિ માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇટ્રાના ધન્વંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી. 

  સવારે ૧૦ થી ૧૧ સુધી આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી નાયબ નિયામક ડો. જોબન મોઢા ડિન સહિત કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા.

(7:32 PM IST)