તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
વિસાવદર પાલિકાના પૂર્વ એકાઉન્ટન્ટ બી.કે.જોશીના ૪ વર્ષના પૌત્ર શિવાંગે સુરતમાં હીર દેખાડયુ
"દેશ ભક્તિ" વિષયક વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ : તાળીઓના ગડગડાટથી બાળ વિધાર્થીને વધાવાયો : મેડલથી સન્માનિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પાલિકાના પૂર્વ એકાઉન્ટન્ટ બી.કે.જોશીના પુત્ર પ્રજ્ઞેશ જોશી છેલ્લા એક દાયકાથી સુરત ખાતે સ્થાયી થયેલ છે. જેના ચાર વર્ષના પુત્રએ સુરતમા હીર દેખાડયુ છે.
સુરત ખાતે એન્જલ બાલ મંદીર સ્કૂલ પસોદરામાં જુનિયર કે.જી.માં અભ્યાસ કરતા માત્ર ૪ વર્ષના માસુમ બાળ વિધાર્થી શિવાંગ પ્રજ્ઞેશભાઈ જોશીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે "દેશ ભકિત" વિષયક સ્પર્ધા યોજાયેલ જેમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ મેડલ હાંસલ કરેલ છે. આ બાળ વિધાર્થીની વાક્ છટા સાંભળી તાળીઓના ગડગડાટ સાથે સૌએ વધાવી લીધો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, વિસાવદર પાલિકાના પૂર્વ એકાઉન્ટન્ટ બી.કે.જોશીના બે પુત્રો જેમાં શાસ્ત્રી જીગ્નેશ જોશી વિસાવદર સ્થિત અને પ્રજ્ઞેશ જોશી સુરત ખાતે સ્થાયી છે. બન્નેના બાળકો હોશિયાર છે અને હંમેશા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા હાંસલ થાય છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
