તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
ભૂલા પડેલા બહેનને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડતી 181 અભયમ ટીમ રાજકોટ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :એક સજજન વ્યક્તિનો 181મહિલા હેલ્પલાઇન પર ફોન આવેલ જેમાં તેમણે જણાવેલ એક બહેન મળી આવેલ હોવાથી બહેનની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગેલ સજજન વ્યક્તિનો કોલ આવતાની સાથે 181 ટીમ બહેનની મદદ માટે રવાના થયેલ...
જેમાં સ્થળ પર પહોંચીને સજજન વ્યક્તિનું કાઉન્સિલિંગ કરી તેમની સમસ્યા જાણેલ જેમાં સજજન વ્યક્તિએ જણાવેલ આ બહેન તેમની પાશે આવેલ અને જણાવેલ તે તેમનું ઘર જવાનું સરનામું ભૂલી ગયા છે જેથી તે રડવા લાગેલ જેમાં બહેનને પોતાનુઁ નામ જણાવતા ના હોય ઘરના સદસ્યોના નામ યાદ ના હોય સજ્જન વ્યક્તિએ જણાવેલ બહેન ગભરાયેલા છે જેમાં ત્રાહિત વ્યક્તિએ બહેનને પાણી પીવડાવેલ અને ત્યાર બાદ બહેનની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરેલ
જેમાં 181 ટીમએ સ્થળ પર બહેનને આશ્વાશન આપેલ જેમાં બહેન એ જણાવેલ તે મજૂરી કામનું પૂછવા માટે આવેલા અને દુકાને પૈસા દેવા માટે આવેલ ઘરે કહીને આવેલા કે તે મજૂરી કામનું પૂછવા માટે બહાર જાય છે જેમાં બહેનએ જણાવેલ તે 4 વાગ્યાના ભૂલા પળી ગયેલા જેમાં બહેનએ જણાવેલ તેમને તેમના પતિનું નામ યાદ નથી ક્યાં વિસ્તારમા તે રહે છે એ પણ યાદ નથી જેમાં બહેન રડવા લાગેલા જેમાં 181 ટીમ એ બહેનને શાંત કરેલ આશ્વાશન આપેલ જેમાં બહેનએ જણાવેલ તે કાલાવાડ રોડ પર રહે છે જેમાં બહેનએ જણાવેલ તે સ્વામી નારાયણ મંદિર પાસે રહે છે જેથી તે જગ્યા પર ગયેલા જેમાં બહેનએ જણાવેલ તેમને સરખું સરનામું યાદ નથી ત્યાર બાદ બહેનએ જણાવેલ તે એ.જી ચોક બાજુ કટ્ટારિયા ચોકડી થી આગળ રહે છે જેથી બહેન એ જણાવ્યા મુજબ તે બાજુ ગયેલા જેમાં બહેનનું ઘર મળી ગયેલ જેથી બહેન ખુશ થઈ ગયેલા બહેન ના પતિ અને દીકરાને મળેલ જેમાં બહેનના પતિએ જણાવેલ કામનું પૂછવા માટે તેમના પત્ની ગયેલા હતા જેમાં તેમના પત્ની ની યાદ શક્તિ ઓછી છે મગજ બરાબર કામ નથી કરતો જેથી સરનામું ભૂલી ગયા હશે જેમાં બહેન ના પતિ ને અને દીકરા ને સમજાવેલ અને 181 ટીમ એ બહેનને એક કાગળમા તેમનું પૂરું નામ, દીકરાનું નામ,પતિનું નામ ઘરનું સરનામું અને ભાઈના ઘરના તથા દીકરીના નંબર લખી આપેલ અને દીકરી સાથે અને બહેનના ભાઈ સાથે ફોન પર વાત કરેલ જેમાં બહેનના પરિવાર જનો એ બહેન ને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડેલ હોવાથી 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ...
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
