તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરાઈ પૂર્ણ
૨૮ બેઠક માટે અ... ધ...ધ... ૧૦૫ લોકોએ ઉમેદવાર બનવા બાયોડેટા આપ્યાઃ શહેરમાં મુદ્દો બન્યો ટોક ઓફ ધી ટાઉન

( દીપક જાની દ્વારા ) હળવદ, તા. ૨૮: હળવદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી ને લઈ ને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવા ની શરૂઆત કરાઈ ચૂકી છે . જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશ માંથી નિયુક્ત થયેલ નિરીક્ષકો મા બ્રીજરાજસિંહ ઝાલા , નીતિનભાઈ પટેલ અને ડો. તેજશ્રીબેન પટેલ એ ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓ ની સેન્સ લઈને તેઓની લાગણી સાંભળી હતી. આ પ્રક્રિયા માં કુલ ૧૨૮ ફોર્મ કાર્યકર્તાઓ એ ઉપડ્યા હતા જેમાંથી ૧૦૫ લોકોએ પોતાના ફોર્મ નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા.
હળવદ નગર પાલિકા મા સાત વોર્ડ છે અને ૨૮ ઉમેદવારો ચૂંટણી જીતી શકે છે પરંતુ ભાજપ મા આ વખતે રેકોર્ડ બ્રેક દાવેદારી સામે આવતા આ બાબત સાંજે બહાર આવતા રાત્રી દરમિયાન હળવદ શહેર માં ટોક ઓફ ધી ટાઉન બની છે. હવે સૌ કોઈ ની નજર કોને કોને ટિકિટ મળે છે તેના પર મંડાયેલી છે. અને જેને નથી ટિકિટ મળી તેમાં થી કોણ કોણ વિરૂધ્ધ જઈ ને છાના ખૂણે પ્રચાર કરશે તેની ચર્ચાઓ પણ લોક મુખે થઈ રહી છે. હાલ તો મોવડી મંડળ પણ અસમંજસ મા પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે કે કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ નો આપવી.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
