તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેસરમા બ્લાસ્ટ-આગમાં પિતા-પુત્રીના મોત: માતા ગંભીર
૪૦ વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની ત્રણ વર્ષીય પુત્રી જાહ્નવી સળગીને ભડથું : માતા કવિતાબેન ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : કચ્છના મુન્દ્રા મધ્ય સૂર્યનગર સોસાયટીમાં આજે પરોઢિયે એક મકાનના એસીનું કમ્પ્રેસર બ્લાસ્ટ થતા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવમાં પિતા ૪૦ વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની ત્રણ વર્ષીય પુત્રી જાહ્નવી સળગીને ભડથું થઈ જતા બન્નેના કરુણ મોત નિપજ્યા હતા.
જ્યારે માતા કવિતાબેન ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે. આ બનાવને પગલે વહેલી સવારે સોસાયટીના પડોશીઓ તેમ જ ફાયર ફાઇટર ટીમ, પોલીસ સૌ મદદે દોડી ગયા હતા. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
