News of Tuesday, 28th January 2025
જુનાગઢ પૂ.જલારામબાપા મંદિરના લાભાર્થે શ્રી વિરબાઇમા મહિલા મંડળ દ્વારા દૈવી ભાગવતજી કથા
ન ભૂતો ન ભવિષ્યતિ : નગરશેઠની હવેલી, પંચહાટડી ચોક ખાતે આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર પૂ.વિજુબેન રાજાણીના વ્યાસાસને તા.૩૦થી ૯ ફેબ્રુઆરી સુધી આયોજન

જૂનાગઢ, તા.૨૭ : શ્રી વિરબાઈમાં મહિલા મંડળ જૂનાગઢ દ્વારા દૈવી ભાગવતજી કથાનું ‘ન ભૂતો ન ભવિષ્યતિ'ની જેમ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પુ.જલારામબાપાનાં આશિર્વાદ અને માં કુળદેવીની અસીમ કળપાથી જૂનાગઢનાં આંગણે નગરશેઠની હવેલી ખાતે આગામી તા.૩૦-૧-૨૦૨૫ ગુરૂવારથી તા.૯-૨-૨૦૨૫ શનિવાર દરમ્યાન યોજાનાર શ્રી દૈવી ભાગવત કથાનું સુપ્રસિધ્ધ આંતર રાષ્ટ્રીય ભાગવત કથાકાર બહેન શ્રી વિજુબેન રાજાણી એમની અમળતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય બપોરના ૩-૩૦થી ૭ રાખવામાં આવેલ છે.
શ્રી દેવી ભાગવતજીના રમણીય પ્રસંગોમાં તા.૩૦-૧-૨૦૨૫ મહાસુદ ૧ને ગુરૂવારનાં બપોરે ૨-૩૦ થી ૩-૩૦ કલાકે મહાલક્ષ્મી મંદિર દાણાપીઠ ખાતેથી શોભાયાત્રા યોજાશે. તા. ૩૧-૧-૨૦૨૫ શક્તિ પ્રાગટય, તા. ૧-૨-૨૦૨૫ મહાસુદ ૩ને શનિવાર ભગવતી પ્રાગટય, તા.૨-૨-૨૦૨૫ મહાસુદ-૪ને રવીવાર શ્રી મહાલક્ષ્મી પ્રાગટય, તા.૩-૨-૨૦૨૫ મહાસુદ-૬ને સોમવાર શ્રી અંબા ભવાની પ્રાગટય, તા. ૪-૨-૨૦૨૫ મહાસુદ ૭ને મંગળવારે શ્રી વૈષ્ણવી દેવી પ્રાગટય, તા.૫-૨-૨૦૨૫ મહાસુદ-૮ને બુધવાર શ્રી ચંડીકા પ્રાગટય કાણીકા, તા.૬-૨-૨૦૨૫ મહાસુદ ૯ને ગુરૂવાર નવદુર્ગા પ્રાગટય હવન પુજા, તા.૭-૨-૨૦૨૫ મહાસુદ ૧૦ને શુક્રવારમાં રાંદલ પ્રાગટય પુજા ગોરાણી, તા.૯-૨-૨૦૨૫ને શનિવાર સોમનાથ યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. પુ.જલારામબાપાનાં મંદિરનાં લાભાર્થે પુણ્ય પાવન કાર્યક્રમમાં સહભાગી બની પુણ્ય પ્રાપ્ત કરીએ તેવી અપીલ કરવામાં આવી છે અને દૈવી ભાગવતજી કથાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમ અંગેની વધુ વિગત માટે મીનાબેન ચગ - ૯૪૨૬૯ ૯૮૮૦૯, રસીલાબેન સોઢા મો.૯૮૨૫૧ ૦૫૫૪૫, પુજાબેન કારીયા - ૯૪૨૯૨ ૧૬૮૫૧, ચેતનાબેન તન્ના- ૯૦૩૩૭ ૭૫૫૯૦, લીનાબેન ખખ્ખર - ૯૨૬૫૨૩૩૭૨૫, લતાબેન લાખાણી - ૯૭૨૨૩૧૨૫૩૭, ઈન્દુબેન તન્ના - ૮૧૨૮૨૭૨૮૩૩, માયાબેન ખીરૈયા - ૯૬૩૮૨૯૨૯૧૯, નીતાબેન મજેઠીયા ૯૦૧૬૦૬૪૨૮૨, પ્રચેતાબેન વોરા ૮૩૨૦૭૭૫૨૨૮નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
