તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
મુન્દ્રામાં સુર્યાનગરમાં મકાનમાં એસી કમ્પ્રેશરમાં બ્લાસ્ટ :આગ ભભૂકી :પિતા-પુત્રી ભડથું:માતાની હાલત ગંભીર
રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથુ થઇ ગયા: માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આજે વહેલી સવારે કચ્છના મુન્દ્રાના સુર્યાનગરમાં એક મકાનના એસી કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ ફાટી નીકળી હતી. ભીષણ આગથી પિતા અને પુત્રી જીવતા જ ભડથું થઇ ગયા હતા. જ્યારે માતાની હાલત ગંભીર છે.
પ્રાપ્ત વિગત અનુસાર મુન્દ્રામાં સુર્યાનગર ખાતે એક મકાનના એસી કમ્પ્રેશરમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આ ૃગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે ઘરમાં સુતેલા પિતા પુત્રી જીવતા જ ભડથું થઇ ગયા હતા.. જ્યારે માતા પણ ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેમને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં 41 વર્ષીય રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથુ થઇ ગયા હતા. જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવમાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
