તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
મોરબી રાજકીય અગ્રણી અને બિલ્ડર લાખાભાઇ જારીયાના ધર્મપત્ની સ્વ. પૂરીબેનને વિશાળ સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી.
રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સમાજના દરેક ક્ષેત્રના આગેવાનો , સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ સહીત વિશાળ સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી લાખાભાઇ જારીયા પરિવારને સાંત્વના પાઠવી.

(પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, મોરબી આહીર સમાજના પૂર્વ પ્રમુખ અને મોરબીના પ્રથમ હરોળના બિલ્ડર, ઉદ્યોગપતિ એવા લાખાભાઇ મગનભાઈ જારીયાના ધર્મપત્ની સ્વ. પૂરીબેનનું અવશાન થતા તેમની સ્મશાન યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.
અને ગઈકાલે સ્વ. પૂરીબેનના બેસણામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ઇફકો ડાઈરેક્ટર મગનભાઈ વડાવીયા, પૂર્વ જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ રિષિપભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયુભા જાડેજા મહામંત્રીઓ જેઠાભાઇ મીંયાત્રા, કે. એસ. અમૃતીયા સહિતના હોદેદારો, વિવિધ સેલ, મોરચા, મંડલના હોદેદારો સહીત કાર્યકરો, ઠાકરસીભાઈ અઘારા, દિલુભા જાડેજા,પરેશભાઈ પટેલ સહિતના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, નામાંકિત ડોક્ટરો, વકીઓ, સરકારી અધિકારીઓ સહીત સમાજના તમામ ક્ષેત્રાના લોકોએ, આહીર સમાજ સહીત અન્ય સમાજે સ્વ. પૂરીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી.
સદ્દભાવના, સ્નેહ, સૌમ્યતા, સમર્પણ જેનો સ્વભાવ હતો, સહજતા અને ઉદારતા જેના સદગુણો હતા, પરમાર્થ અને પુરૂસાર્થ જેમની કર્મનિષ્ઠા હતી અને પરિવાર માટે જે કાયમ પ્રેરણાનું ઝરણું હતા તેવા સ્વ પુરીબેન પતિ લખાભાઈનો સાથ છોડી પુત્રો અશ્વિનભાઇ, ભુપતભાઇ લાડકવાઈ પુત્રી આરતીબેન "કોરી કરતા વ્યાજ વ્હાલુ હોય" તેવા વ્હાલશોયા પૌત્રો યશ અને ધ્રુવને કલપાંત કરતા છોડી અનંતની યાત્રાએ પ્રયાણ કરી ચુક્યા છે, ત્યારે પ્રભુ એ દિવંગત આત્માને પરમ શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
