News of Tuesday, 28th January 2025
ગોંડલ હાઇ-વે ઉપર ગેસના બાટલા ભરેલ ટ્રક-બસ વચ્ચે અકસ્માતઃ યુવતિનું મોત
ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયાઃ હાઇ-વે ઉપર ટ્રાફિક જામ થયોઃ પોલીસ તપાસનો ધમધમાટ

ગોંડલ તા. ૨૮:. ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપર ગેસના બાટલા ભરેલી ટ્રક અને મીની બસ વચ્ચે અકસ્માત થતા એક ૩૦ વર્ષની યુવતિનું મોત થયુ છે જયારે ૩ થી વધુને ઇજા થઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ રાજકોટ હાઇવે પર વાધેશ્વર મંદિર નજીક એલપીજી ભરેલી ટ્રક અને મીની બસ અકસ્માતમાં એકનું મોત થયું છે. બે થી વધુ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જાતા રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો પોલીસે આવીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
આ અકસ્માતમાં ૩૦ વર્ષની યુવતિનું મોત થતા તેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
૧૦૮ એમ્બ્યુલસને મારફત ઇજાગ્રસ્તોને પ્રથમ ગોંડલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.
તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો, મૃતક મહિલા તથા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
