<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

વિંછીયા પોલીસ ઉપરના હુમલાના કેસમાં બે આરોપીના આગોતરા મંજુર

રાજકોટ તા. ર૮: વિંછીયાના ચકચારી પોલીસ પર પથ્‍થરમારા કરવાના પ્રકરણમાં બે આરોપીઓના આગોતરા જામીન અરજી રાજકોટ સેસન્‍સ કોર્ટે મંજુર કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, તા. ૬-૧-ર૦રપના રોજ જાહેર વ્‍યકિતઓના જુથ દ્વારા વિંછીયા પોલીસની ટીમ તથા અન્‍ય પોલીસ દળ ઉપર પથ્‍થરમારો કરવામાં આવતા આ કેસની હકીકત એવી છે કે, પોલીસ પર પથ્‍થરમારો કરવામાં આવતા તથા કોળી શખ્‍સની હત્‍યા બાદ સરઘસ કાઢવાના મામલે ઉશ્‍કેરાયેલ ટોળાએ પોલીસ પર હુમલો કરેલ હતો અને જે સંદર્ભે વિંછીયા પોલીસ દ્વારા ઉપરોકત તે અંગેની ફરિયાદ રાજકોટ ગ્રામ્‍યના વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવેલ હતી જેમાં ૮૪ આરોપીઓના નામજોગ ફરીયાદ કરવામાં આવેલ હતી. જે પૈકી આરોપી નં. ૬૧ રસીકભાઇ સોમાભાઇ રોજાસરા તથા આરોપી નં. ૮૪ અનિલભાઇ જનકભાઇ જાંબુકીયા ને ઉપરોકત પોલીસ પર પથ્‍થરમારો કરવાના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ થવાની દહેશત હોવાથી આગોતરા જામીન અરજી રાજકોટ સેસન્‍સ કોર્ટમાં પોતાના એડવોકેટ વૈભવ બી. કુંડલીયા મારફત કરવામાં આવેલ હતી.

દલીલોને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી પી. જે. તમાકુવાલા દ્વારા બન્‍ને આરોપીઓને શરતોને આધીન આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં બન્‍ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ વૈભવ બી. કુંડલીયા, ગૌરાંગ પી. ગોકાણી, શિવરાજસિંહ જાડેજા, અજય ઝાપડીયા તથા લીગલ આસી. તરીકે જયદિપ ગઢીયા રોકાયેલા હતા.

(2:41 PM IST)