News of Tuesday, 28th January 2025
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ભેરાઇ ચોકડી નજીક અકસ્માત: કોસ્ટગાર્ડના જવાનનુ મોત
અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજા: બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં કોસ્ટગાર્ડના જવાનનું મોત થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થવા પામી છે. રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક સામેસામે અથડાઈ હતી.
આ અકસ્માતમાંમા કોસ્ટગાર્ડ જવાનનુ ધટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજાઓ પહોંચતા, બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પીપાવાવ મરીન પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
