News of Tuesday, 28th January 2025
પોરબંદર જિલ્લાના મંડેરમા શિક્ષકે 13 વર્ષની બાળા પર આચર્યું દુષ્કર્મ
ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું : માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ

પોરબંદર જિલ્લાના મંડેર ગામે 13 વર્ષની બાળકી પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ આચરતા પોરબંદર શિક્ષણજગત શર્મસાર થઈ જવા પામ્યું છે.
પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવને લઇને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા પોલીસ ફરિયાદ બાદ વધુ માહિતી બહાર આવશે તેવી ભીતિ વર્તાઈ રહી છે. મંડેર ગામની શાળામાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની વાત બહાર આવતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
