તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 29th January 2025
મહાકુંભ મેળામાં જતા હાલારના ભાવિકો ઉપર રાજસ્થાનના ભરતપુર પાસે પથ્થરમારો : જુઓ વિડિયો
સાથે રહેલા બજરંગ દળના કાર્યકરોએ પોલીસને જાણ કરતા પોલીસ તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯: મહાકુંભ મેળમાં જતા જામનગર જિલ્લાના જોડિયા અને જામજોધપુર તાલુકાના ભાવિકો ઉપર રાજસ્થાનના ભરતપુર ગામ પાસે પથ્થરમારો થતા ખળખળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તથા જામજોધપુર તાલુકાના શ્રધ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં બસ મારફત જતા હતા.
દરમિયાન રાજસ્થાનના ભરતપુર પાસે પથ્થરમારો થયો હતો. અને બસમાં બજરંગ દળના કાર્યકર્તા સાથે પણ હતા. જેથી આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
