તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ધ્રોલમાં આહિર સમાજ રવિવારે વસંતપંચમીએ ૩૪ દીકરીઓને સાસરે વળાવશે
૧૧માં સમુહલગ્નમાં વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળીનું ભવ્ય આયોજન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૯: ધ્રોલ આહીર સમાજના મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસંતપંચીમાં પવિત્ર અવસરે આગામી તા.૨/૨/૨૦૨૫ ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હોય ત્યારે આ વખતે સમુહ લગ્નમાં ૩૪ દીકરોઓ પ્રભુતામાં પગલા પાડશે અને આહીર સમાજ દ્વારા ૩૪ દિકરીઓને એક એક લાખ રૂપીયા જેટલુ કન્યાદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમા કબાટ, સેટી, ટિપાઈ, સહિતની ચીજ વસ્તુઓ કન્યાદાનમાં આપવામા આવશે.
ધ્રોલના ખારવા ગામે હમાપર રોડ પર આવેલ આહિર સમાજની વાડી ખાતે છેલ્લા ઘણા સમયથી આ સમુહલગ્નના આયોજન માટે આહીર સમાજના આગેવાનો, દાતાઆ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે વસંત પંચીમાં પવિત્ર અવસરે આ સમુહ લગ્નન લગ્ન વિધિના આચાર્ય પદે શ્રી ભટ્ટ નયનકુમાર બીરાજશે અને તા-૨/૨/૨૦૨૫ ને રવિવર મંડપ રોપણ સવારે ૬/૦૦ કલાકે, જાન આગમન સવારે ૬:૩૦ કલાકે, હસ્ત મેળાપ સવારે ૧૦:૩૦ કલાકે આહીર સમાજના આગેવાનો વગેરેની વિશેષ ઉપસ્થિતમાં ૩૪ નવંદપતિઓ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન સંસારમાં જોડાશે.
આહીર સમાજના આ ૧૧ માં સમુહ લગ્ન સમારંભની આહિર સમાજના યુવાનો, આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસ રાત મહેનત કરીને મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે અને આ સમુહ લગ્નમાં આહીર સમાજના રાજકીય આગેવાનો, આજીવન દાતાઓ, ધારાસભ્ય સહીતના મહાનુભવો ઉપસ્થિત રહેવાના હોય લગભગ ૧૦ હજાર જેટલો માનવ મહેરામણ ઉમટી પડવાની અપેક્ષાએ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વસંત પંચમીના દિવસે ધામધુમપુર્વક આ લગ્નોત્સવનનું ભવ્ય આયોજન નવદંપતીઓના સત્કાર સમારંભનું પણ સવારે ૧૧/૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આહિર સમાજના વડીલો, આગેવાનો નવદંપતીઓને આર્શિવાદ આપશે અને ૧૨:૩૦ કલાકે ભવ્ય સમુહ લગ્નના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે અને આ ભોજનના દાતા કાનજીભાઈ મુળુભાઈ મકવાણા ગામ નેસડા હાલ સુરત કરવામાં આવી રહયુ છે. ૧૧ સમુહ લગ્નમાં વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળીનું ભવ્ય આયોજન કરાવામા આવ્યુ છે.
આગેવાનો દ્વારા તૈયારીઓ
ધ્રોલઃ ધ્રોલના આંગણે આ સમુહ સંચાલિત આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઈ લૈયા, ઉ.પ.પ્રમુખ કનુભાઈ ગોવિંદભાઈ મકવાણા, નરસંગભાઈ હીરાભાઈ જાટીયા, હસમુખભાઈ રાયમલભાઈ શિયાર, મહેશભાઈ નાગદાનભાઈ બરારીયા, કેશુભાઈ જેસંગભાઈ ખીમાણીયા, અશોકભાઈ જેસંગભાઈ કાનગડ, લખનભાઈ પાંચાભાઈ ડાંગર, નારણભાઈ બીજલભાઈ મકવાણા, જશુભાઈ અરજણભાઈ શિયાર, કાળુભાઈ ઘેલાભાઈ ડાંગર હરીભાઈ કેશુભાઈ ખીમાણીયા, રમેશભાઈ હિરાભાઈ ડાંગર વગેરે ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામા આવ્યુ છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
