<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મોરબી તાલુકા પોલીસે ૩.૯૨ લાખની કિમતના ૨૦ મોબાઈલ પરત સોપ્‍યા

મોરબીઃ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે અરજદારોના ખોવાયેલા ૩.૯૨ લાખની કિમતના ૨૦ મોબાઈલ શોધી કાઢી પરત સોપ્‍યા છે. મોરબી તાલુકા પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મેળવી છે અરજદારોના ૨૦ મોબાઈલ કીમત રૂ ૩,૯૨,૫૨૮ ના શોધી અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્‍તિને સાર્થક કરી હતી. જે કામગીરીમાં તાલુકા પીઆઈ એસ કે ચારેલ, મહિલા પોલીસ શોભનાબેન શામજીભાઈ મેર અને તાલુકા પોલીસનો સ્‍ટાફ જોડાયેલ હતી.

(10:45 AM IST)