<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

કચ્છમાં ૩ ની તીવ્રતાનો ભૂકંપ

આંચકાનું કેન્દ્ર બિંદુ વાગડના ભચાઉ નજીક ૧૯ કીમી દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ :  ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ની ભૂકંપની ૨૪ મી વરસી હજી માંડ પૂરી થઈ છે ત્યાં ફરી એકવાર અનુભવાયેલા આંચકાએ ભૂકંપની ગોઝારી યાદોને તાજી કરાવી દીધી છે. આજે મળસ્કે ૩.૧૩ વાગ્યે ભૂકંપના આંચકાએ કચ્છને ધ્રુજાવ્યું હતું. ગુજરાત સિસ્મોલોજી કચેરીના રેકર્ડ પ્રમાણે સવારે ૩.૧૩ મિનિટે આંચકાનું કેન્દ્ર બિંદુ વાગડના ભચાઉ નજીક ૧૯ કીમી દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે. આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૩ મેગ્નિટ્યુડ નોધાઈ છે. જોકે, સમગ્ર કચ્છમાં અલગ અલગ કેન્દ્ર બિંદુ ધરાવતા સ્થળે નાના અને મોટા આંચકા સતત અનુભવાઈ રહ્યા છે.

(10:49 AM IST)