તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
એન.ડી.પી.એસ. કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જામનગરના શખ્સના રૂા.૧૩ લાખ ટ્રાન્સફર કરાવી લઇ ઠગાઇ આચરનાર રાજકોટના ૩ શખ્સો ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૯: પોલીસ મહાનિરીક્ષક રાજકોટ અશોકકુમાર યાદવ દ્વારા સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપતા રહે છે, જે અનુસંધાને પોલીસ અધીક્ષક પ્રેમસુબ ડેલુના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન તથા સાયબર કાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આઇ.એ. ધાસુરા દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ.
હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઈમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીટીઝન સાથે આરોપીઓએ પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તથા મુંબઈ ક્રાઈમ બ્રાંચનો બનાવટી લેટર વોટ્સએપમાં મોકલી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં ધરપકડ થવાનો અને આજીવન કેદનો ડર બતાવી, એન.ડી.પી.એમના કેસમાંથી નામ કઢાવવા પેટે ૧૩,૦૦,૦૦૦/- રૂપીયા. એ.યુ બેન્ક એકાઉન્ટ નંબર ૨૪૦૨૨૫૯૦ ૫૫૬૭૯૮૫૨ વાળા ખાતામાં બળજબરીથી ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરી ગુન્હો કરેલ જે બાબતે સાયબર ક્રાઈમ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૫૮૨૫૦૦૦૩/૨૦૨૫ આઈ.પી.સી કલમ, ૩૮૮, ૪૨૦, ૪૮૪, ૧૭૦, ૧૨૦(બી) તથા આઇટી એક્ટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ થયેલ. જે ઓનલાઈન ફાઈનાન્સિયલ ફ્રોડ અંગેના સાયબર ક્રાઇમને વેગ ગુનાના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થયેલ.
જે મુજબ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનના કારુભાઈ ઠાડુભાઈ વસરાનાઓ ઉપરોકત ગુના અંગેની માહિતી મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરી (૦૧) સાવન સ/ઓ રશીકભાઈ વણજારા ઉવ ૨૭ ધંધો વિમાએજંટ રહે મોવડી મેઇન રોડ નવલ નગર ૩/૪ ભારત પેટ્રોલ પંપ સામે રાજકોટ, (૦૨) ચંદ્રેસ સ/ઓ સુભાષભાઇ ભુત ઉવ ૨૭ ધંધો વિમાએજંટ રહે ફ્લેટ નં ૨૦૨, બન્નેરા હાઇટ્સ, ૮૦ ફુટ રિંગ રોડ, શ્યામલ સ્કાઇ લાઇફ રાજકોટ, (૦૩) ભરત લવજીભાઈ ગોવાણી ઉવ ૨૭ ધંધો અભ્યાસ રહે મવડી પોલીસ હેડ કવાટર, બ્લોક નં ૧૨, રૂમ નં ૫૦૨ રાજકોટને પકડી મોબાઈલ ફોન નંગ-૦૩ કબ્જે કરેલ છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
