તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત
લઘુતમ તાપમાનનો પારો આજે પણ ઉંચો જતા માત્ર મોડી રાત્રીના અને સવારે ઠંડકની અસર

રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો યથાવત છે. આજે લઘુતમ તાપમાનનો પારો ૈઉંચે આવતા ઠંડીની અસર માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે જ અનુભવાઇ હતી.
જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને ઠંડીની અસર મંદ પડી જાય છે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં રાહત થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. આજે કચ્છના નલીયામાં ૧૦, રાજકોટમાં ર૪.૮, અમરેલી ૧પ.૬, જામનગરમાં ૧૪.પ, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
