તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
કચ્છના ભચાઉના લાકડિયા પાસે ટ્રેઇલરમાં ચોખાની આડમાં 25 લાખનો શરાબ ઝડપાયો : લાકડિયા નજીક ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલના પાસે ચાર શખ્સને પકડી પાડયા
પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ અગાઉ આદિપુરમાં એટીએમ લૂંટ કાંડમાં પકડાયો હતો : પોલીસે વાહનમાંથી જુદી-જુદી ત્રણ બ્રાન્ડની બોટલોની 300ની આસપાસ પેટી જપ્ત કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના ભચાઉના લાકડિયા પાસે ટ્રેઇલરમાં ચોખાની આડમાં 25 લાખનો શરાબ ઝડપાયો છે.
લાકડિયા નજીક ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલના પાર્કિંગમાંથી ચોખાની બોરીની આડમાંથી પોલીસે 24-25 લાખના અંગ્રેજી શરાબ સાથે ચાર શખ્સને પકડી પાડયા
પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ અગાઉ આદિપુરમાં એટીએમ લૂંટ કાંડમાં પકડાયો હતો. પોલીસે વાહનમાંથી જુદી-જુદી ત્રણ બ્રાન્ડની બોટલોની 300ની આસપાસ પેટી જપ્ત કરી છે.
પુર્વ -કચ્છ,ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. ની ટીમ સામખીયારી-લાકડીયા હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ ડે, ધર્મેન્દ્ર હરભાતિસંગ ચૌધરી, રહે.મેઘપર બોરીચી, તા.અંજાર વાળો તેના માણસો સાથે મળીને ટ્રેલર ૨જી. નં.HR-39-E-1892 વાળામાં હરીયાણા થી ચોખાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કચ્છમાં લઇ આવેલ છે અને તે ટ્રેલર રજી. નં. HR-39-E-1892 વાળુ હાલે સામખીયારી થી લાકડીયા વચ્ચેની કોઈ હાઇવે હોટલ પર પાર્ક કરેલ છે. જેને ખાલી કરાવવા લઈ જવા માટે પાયલોટીંગ માટે એક નંબર પ્લેટ વિનાની ટાટા કંપનીની અસ્ટ્રોઝ ડા૨ તે ટ્રેલરની સાથે છે. જેથી સામખીયારી-લાકડીયા હાઇવે પર આવેલ તમામ હોટલો પર તપાસ કરવી જરૂરી હોય પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન નાઓને જાણ કરતાં તેઓ પોતાની ટીમ સાથે બાતમી હડીકત મુજબના ટ્રેલર રજી. નં. HR-39-E-1892 વાળાંની તપાસમાં હતાં દરમ્યાન શિવ હરીયાણા હોટલના ડમ્પાઉન્ડમાં બાતમી વાળુ ટ્રેલર તથા તેની બાજુમાં નંબર પ્લેટ વિનાની એક ગ્રે કલરની ટાટા કંપનીની અલ્ટ્રોઝ કાર પાર્ડ કરેલ મળી આવેલ. જે ટ્રેલરમાં ચેક કરતાં નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે વિનોદકુમાર સુનેહરા પંડીત ઉ.વ.૩૨ રહે.ગામ ગંગાના તા.ગોહાના જી.સોનીપત, હરિયાણા, સંજય સ/ઓ કરમવીર કાકરણ (વાળંદ) ઉ.વ.30 રહે.ટીડીએકસ ૧૨૬, બારવાળી, બસ સ્ટેશનની પાછળ આદિપુર તા.ગાંધીધામ, ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ વિસનદાસ તેજવાણી (સિંધી) ઉ.વ.૪૦ રહે.પ્લોટ નં.૧૫૮, મ.નં.૮, વોર્ડ ૪/બી,આદિપુર તા.ગાંધીધામ, ધર્મેન્દ્ર ઉર્ફે ચાંદરામ જાટ ઉ.વ.૩૧ રહે.ગામ ગઢવાલ મ.નં.૮૧૭, પન્ના તીન, તા.ગોહાના જી.સોનીપત, હરીયાણાની ધરપકડ કરવામાં આવી છે.
હાજર ન મળી આવેલ આરોપીઓ ધર્મેન્દ્ર ચૌધરી રહે.નિર્મલનગર,મેઘપર બોરીચી તા.અંજાર કચ્છ મુળ રહે.ભરતપુર, ઉત્તરપ્રદેશ (માલ મોકલનાર) , પ્રદિપ ઉર્ફે દિપુ જાટ રહે. હરીયાણા (માલ મોકલનાર) સામે કાર્યવાહી કરવામાં આવી છે
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.જાડેજા,લાકડીાય પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ તથા લાકડીયા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
