<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

જામનગરમાં આજે જજૅરીત મકાનની છત તૂટી પડતા બે વ્યક્તિને સામાન્ય ઈજા થતાં સારવારમા

નવા મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના જજૅરીત મકાનની છત પડી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ :          જામનગરમાં આજે જજૅરીત  મકાનની છત તૂટી પડતા બે વ્યક્તિને સામાન્ય ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

         પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની રતનબાઇ મસ્જિદ

વિસ્તારમાં જજૅરીત  મકાનની છત તૂટી પડતા એક મહિલા સહિત બે વ્યક્તિને સામાન્ય ઈજા થતાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

      નવા મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના જજૅરીત મકાનની છત પડી હતી.

(1:19 PM IST)