News of Wednesday, 29th January 2025
એજીવીકેએસ સંઘના સુપ્રીમોએ સિક્કા ટીપીએસની મુલાકાત લીધી : પટેલનું સ્વાગત

જામનગર તા.૨૯: એજીવીકેએસ સંઘ ના સિનિયર સેક્રેટરી જનરલ હાલમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલ માં ડિરેક્ટર ની સીટ ઉપરથી ચૂંટાયેલ બળદેવભાઈ પટેલ અને તેમની ટિમ મેમ્બર્સ સુરેશભાઈ દેસાઈ જીએસ, યુ.જી.વી.સી.એલ, રતનસિંહ ચૌહાણ જોઈન્ટ પ્રેસિડેન્ટ, યુજીવીસીએલ આર.સી નાયક વીપી, યુજીવીસીએલ, મનીષભાઈ પટેલ એજીએસ, ગેટકો, વીરલભાઈ નાયક સાથે સિક્કા ટીપીએસની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી.
બળદેવભાઈ પટેલ સિક્કા ખાતેની અચાનક જ મુલાકાત નક્કી કરતા સિક્કા ખાતેના સંઘના હોદેદારો અને કર્મચારી મિત્રો માં હર્ષની લાગણી છવાઈ ગયેલ સંઘ સુપ્રીમો બળદેવભાઈનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું
સાથે ઉપસ્થિત સર્વે ઉચ્ચ હોદ્દેદારશ્રીઓ ને દ્વારિકાધીશ ના પ્રસાદી રૂપ ખેસ યાદગીરી માં અર્પણ કરેલ. શુભેચ્છા મુલાકાત માં ટિમ એ.જી.વી.કે.એસ સિક્કા ના મુકેશભાઈ દાણીધારીયા ડેપ્યુટી સેક્રેટરી જનરલ,એન.જી. પરમાર વી.પી નોન ટેક, આર.આર.મહેતા વી.પી.ટેક, એચ.જી.જાડેજા એજીએસ ટેક, કે પી અમરેલીયા એજીએસ નોન ટેક,એન.આર. શાહ જોઈન્ટ સેક્રેટરી., જે.એમ. રાવલ એડી લીગલ સેક્રેટરી નોન ટેક ,એન એ જોશી એડી લીગલ સેક્રે. ટેક, જે ડી પંડ્યા સી.એસ ટેક, આર એન જાડેજા સંગઠનમંત્રી, વી એમ જાડેજા સંકલન મંત્રી, પી આર કંચવા ડીએસ, એસ પી ત્રિવેદી સંગઠન મંત્રી, ધવલ નાગાણી એડી સીએસ નોન ટેક અને આર આર ચાવડા ઉપસ્થિત રહેલ
મુકેશભાઈ દાણીધારીયા દ્વારા જી.એસ.ઇ.સી.એલ કંપની ના અગત્યના પ્રશ્નો માં ખાસ તો લાંબા સમયથી હેલ્પરની ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક ભરાવવા રજુઆત કરેલ બળદેવભાઈ દ્વારા પણ આ રજુઆતની ગંભીરતા જાણી સિક્કા થીજ ફોન પર આ અંગેની આગળની કાર્યવાહીને વેગવંતી કરવા જી.એસ.ઈ.સી.એલ. કંપનીના જી.એમ.એ.જે.ત્રિવેદી અને જી.યુ.વી.એન.એલ. કંપની ના જી.એમ જે ટી રાય સાથે વિચાર વીમર્શ કરેલ. ઉપરાંત એચ.આર, ટેકનીકલ કેડર ના અન્ય અગત્યના વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
