તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
જામનગરના અલિયા ગામે સવાલાખનો દેશી દારૂના ૧૫ બાચકા ભરેલ કાર રેઢી મળી આવી

જામનગર તા. ૨૯: નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા જામ ગ્રામ્ય વિભાગ જામનગર સીધા માર્ગદર્શક હેઠળ પંચકોષીમાં દારૂ જુગાર શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ હોય. એ પંચકોષી એ.ડીવી.પો. સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન. શેખ એ આદેશ આપેલ હોય અલીયાગામની સીમમાં કેશુભાઇ બીજલભાઇ મકવાણાની વાડીની બાજુમાં કાચા રસ્તા ઉપર એક સફેદ કલરની કેટા ફોર વ્હીલ ગાડી જી.જે. ૧૨ બીએ ૭૭૪૧ વાળી બિન વારસુ હાલતમાં પડેલ છે. અને જેમાં અંદર પ્લાસ્ટીકના બાચકા ભરેલ છે તેવી હકીકત મળેલ છ હોય જેથી રેઇડ કરતા કારમાં પ્લાસ્ટીકના દારૂ ભરેલા નાના મોટા બાચકા ૧૫ મળી આવતા જે દેશી દારૂ લીટર ૬૯૦ કિ. રૂ.ા ૧.૩૮,૦૦૦ મળી કુલ ૮,૩૮,૦૦૦નો મુદામાલ પકડી પડી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કાર્યવાહી પંચકોષી એ.ડી.વી. પો.સ્ટે ના પો. ઈન્સ. એમ.એન.શેખ પો.સબ.ઈન્સ. એ.આર.પરમાર તથા પો.હેડ.કોન્સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.હેડકોન્સ. ચેતનભાઈ રમેશભાઈ ઘાઘરેટીયા તથા પો.કોન્સ. હરદેવસિંહ મગળસિંહ ઝાલા તથા પો.કોન્સ. વનરાજભાઇ નાગજીભાઈ ગઢાદરા તથા તથા પો.કોન્સ. જયદિપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા વિગેરે નાઓએ કરેલ છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
