<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મોરબીમાં બે બુટલેગરો પાસાના પીંજરે

બી-ડીવીઝન પોલીસે મયુરને અમદાવાદ અને અંકિતને સુરત જેલમાં ધકેલી દિધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૯:  મોરબી બી-ડીવીઝન પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરીને જેલમાં ધકેલી દિધા હતા. મોરબી બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો મયુર બટુકભાઇ વાઘેલા અને અંકિત અરૂણભાઇ રાઠોડને પાસા હેઠળ ડિટેઇન કરીને અમદાવાદ તથા સુરત લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્‍યા છે.

(2:32 PM IST)