<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

જસદણના જંગવડમા ૧૦ વર્ષના બાળકને હૃદયરોગનો હુમલો આવતા મોત !

હેતાંશ રશ્‍મિકાંતભાઇ દવેને અચાનક છાતીમાં દુઃખાવો થતાં તેમને સારવાર માટે જસદણની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો ત્‍યાં તેમનું મળત્‍યુ નીપજતા અરેરાટી : પ્રાથમિક શાળાના મહાકુંભમાં તાલુકા કક્ષાની ચેસ રમતમાં પ્રથમ નંબર મેળવ્‍યો હતો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: ‘‘ન જાણ્‍યું જાનકી નાથે સવારે શું થશે'' આવો જ એક બનાવ જસદણ તાલુકાના નાના એવા જંગવડ ઞામમાં બન્‍યો છે જેમા ધો.૫ માં અભ્‍યાસ કરતા ૧૦ વર્ષના તેજસ્‍વી બાળકનુ હૃદય રોઞનો હુમલો આવતા બ્રાહ્મણ પરીવારના લાડકવાયાનુ મોત થયુ હતુ આ બનાવથી પરિવારમાં અને ઞામમાં શોક ફેલાઈ ગયો છે ફૂલ જેવો દીકરો અચાનક જ વિદાય થતા પરિવાર સાથે ગ્રામજનો પણ રડી પડ્‍યા હતા.

જંગવડ ગામે ધો.પાંચમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે તાત્‍કાલિક જસદણ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો પરંતુ સારવાર મલે એ પહેલાજ બાળકનુ મોત થયુ હતુ.

 નાના એવા જંગવડ ગામમાં રહેતાં બ્રાહ્મણ પરિવારનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રશ્‍મિકાંતભાઈ હિંમતભાઈ દવેના પુત્ર હેતાંશ દવે ઉ. ૧૦ ધો.પાંચમાં અભ્‍યાસ કરે છે ઞઈકાલે હેતાંશને અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને સારવાર માટે જસદણની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો ત્‍યાં તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

આ બનાવથી પરિવારમાં તેમજ નાનાં એવાં જંગવડ ગામમાં શોક છવાઈ ગયો હતો વેપારીઓએ ગામ બંધ પાળી શોક વ્‍યક્‍ત કર્યો હતો રશ્‍મિકાંતભાઈને એક પુત્ર અને એક પુત્રી હતા જેમાં પુત્ર હેતાંશ નાનો હતો.

થોડા દિવસ પહેલાજ હેતાંશે પ્રાથમિક શાળાના મહાકુંભમાં તાલુકા કક્ષાની ચેસ રમતમાં પ્રથમ નંબર મેળવ્‍યો હતો  ત્‍યારે આજે તે અચાનક જ પરિવારને છોડીને ચાલી જતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.

 ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા આટકોટમાં પણ દેવીપુજક યુવાન અરવિંદભાઈ કુંવરિયાને હાર્ટ એટેક આવ્‍યો હતો અને તેમનુ પણ મળત્‍યુ થયું હતું.(૯.ર૯)

(2:39 PM IST)