તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ડોળાસા પાસે અકસ્માતમાં ર દિકરાએ પિતા ગુમાવ્યાઃ એક યુવકના પિતાનું ર મહિના પહેલા અવસાન થયુ'તું
૩ યુવકોના મૃત્યુથી કોડીનાર-વેરાવળ પંથકના પરિવારમાં ઘેરો શોક

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૨૯ : ઉના-સોમનાથ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ૩ મિત્રોના મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઇ છે.
મૃતક મેઘપુરના જેશાભાઇ (લાલાભાઇ) ગોવિંદભાઇ રામ ખેતી કરતા હતા અને બે બહેનોના એકના એક ભાઇ હતા. તેને સંતાનમાં ૧૦ વર્ષનો એક પુત્ર છે.
જયારે મૃતક સુત્રાપાડાના પિયુષભાઇ રામ જીએસએલ કંપનીમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેને પણ સંતાનમાં ર વર્ષનો એક પુત્ર છે.
જયારે મૃતક ભાલપરા ગામના ઉદય વાઢેરના પિતાનું ર મહિના પહેલા અવસાન થયું હતું. તેને બે બહેન અને એક ભાઇ છે અને મૃતક પોતે અપરણીત હતા. (૪.૨૭)(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૨૯ : ઉના-સોમનાથ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ૩ મિત્રોના મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઇ છે.
મૃતક મેઘપુરના જેશાભાઇ (લાલાભાઇ) ગોવિંદભાઇ રામ ખેતી કરતા હતા અને બે બહેનોના એકના એક ભાઇ હતા. તેને સંતાનમાં ૧૦ વર્ષનો એક પુત્ર છે.
જયારે મૃતક સુત્રાપાડાના પિયુષભાઇ રામ જીએસએલ કંપનીમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેને પણ સંતાનમાં ર વર્ષનો એક પુત્ર છે.
જયારે મૃતક ભાલપરા ગામના ઉદય વાઢેરના પિતાનું ર મહિના પહેલા અવસાન થયું હતું. તેને બે બહેન અને એક ભાઇ છે અને મૃતક પોતે અપરણીત હતા.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
