તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
વિરપુર (જલારામ)માં પૂ.જલારામબાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્રને કાલે ૨૦૫ વર્ષ પૂર્ણ
૧૮૭૬માં મહાસુદ બીજના દિવસે પૂ.જલારામબાપા અને પૂ.વિરબાઇમાંએ સદાવ્રત શરૂ કર્યુ'તુ

રાજકોટ તા.૩૦: અસંખ્ય ભાવિકોના આસ્થા પ્રતિક વિરપુર (જલારામ)માં આવેલ પૂ. જલારામબાપાની જગ્યા ખાતે પૂ.જલારામબાપા અને પૂ.વિરબાઇમાંએ શરૂ કરેલા અન્નક્ષેત્રને કાલે તા.૩૧ જાન્યુઆરીને મહાસુદ બીજના દિવસે ૨૦૫ વર્ષ પૂર્ણ થશે.
પૂ.જલારામબાપા અને પૂ.વિરબાઇમાંએ ૧૮૭૬માં મહાસુદ બીજના દિવસે વિરપુર (જલારામ)મા પૂ.જલારામબાપાની જગ્યા ખાતે અન્નક્ષેત્ર- સદાવ્રતનો પ્રારંભ કરાવ્યો હતો.
કાલે મહાસુદ બીજના દિવસે ભાવિકો મોટી સંખ્યામાં સદાવ્રતનો લાભ લેશે. અને મિષ્ઠાનમા ભાવિકોને દુધપાક પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જેમાં વિરપુર (જલારામ)ના સ્થાનિક ભાવિકો તથા દેશ-વિદેશથી આવતા ભાવિકો પ્રસાદ લઇને ધન્યતાનો અનુભવ કરશે.
પૂ.જલારામબાપા અને પુ.વિરબાઇમાં સહિત પૂ.જલારામબાપા પરિવારે શરૂ કરેલ અન્નક્ષેત્ર- સદાવ્રતમાં આજે પણ વિરપુર (જલારામ)ની જગ્યાના ગાદીપતિ પૂ. રઘુરામબાપાની આગેવાનીમાં મોટી સંખ્યામાં દરરોજ ભાવિકો પ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે.
પૂ.જલારામબાપાની જગ્યામાં દરરોજ સવારના ૧૦ થી બપોરના ર વાગ્યા સુધી અને સાંજના પ થી રાત્રીના ૯ વાગ્યા સુધી ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂ.જલારામબાપાની જગ્યા ખાતે દરરોજ સવારે આરતી ૬:૩૦ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે કરવામાં આવે છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
