<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પોરબંદરમાં વ્‍યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી અને મિલ્‍કત સંબંધે માનસિક ત્રાસ

નગરપાલીકાના પૂર્વ પ્રમુખ સામે બિલ્‍ડર ભીમાભાઇ હોથીભાઇ ભુતીયા દ્વારા મુખ્‍યમંત્રીને ઓનલાઇન ફરીયાદ : ન્‍યાય આપવા માંગણી : પોલીસ ફરિયાદ બાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથીઃ ભીમાભાઇ હોથીભાઇ ભુતીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦ : જમીન ખરીદ કર્યા બાદ બાંધકામ માટે પૈસાની જરૂર પડતા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ સરજુભાઇ પાસેથી લીધેલા દોઢ કરોડ વ્‍યાજ સહીત ચુકવી દીધા છતા વધુ પૈસા માટે પઠાણી ઉઘરાણી તથા મિલ્‍કત પચાવી પાડવા માનસીક ત્રાસ અપાતો હોવાની મુખ્‍યમંત્રીને ઓનલાઇન ફરિયાદ બિલ્‍ડર ભીમાભાઇ હોથીભાઇ ભુતીયાએ કરીને ન્‍યાય આપવા માંગણી કરી છે.

મુખ્‍યમંત્રીને ઓનલાઇન મોકલી આપેલી ફરિયાદમાં ભીમાભાઇ હોથીભાઇ ભુતીયાએ જણાવ્‍યું છે કે પ્રોપર્ટીના મુળ માલીક કૃષ્‍ણકાંત   પાસેથી રૂા. પ૧,૦૦૦ની સુથી આપીને જમીન ખરીદ કરવાનો સોદો નક્કી કર્યો હતો. જગ્‍યા ડેવલપ કરવાની પ્રક્રિયા માટે અમોને પૈસાની જરૂરીયાત હોવાથી નગર પાલીકાના પુર્વ પ્રમુખ સરજુભાઇ પાસેથી રૂા.૧ કરોડ પ૦ લાખ ઉચ્‍ચ વ્‍યાજે રોકડા લીધા હતા. આ સમયગાળા દરમિયાન અમારી પ્રોપર્ટીનું દસ્‍તાવેજ વિશ્વાસમાં લઇ સરજુભાઇના નામે કરાવાયું હતું અને આ દસ્‍તાવેજ અમારા નામે પર કરવાનો વાયદો કર્યો હતો. વ્‍યાજ સહિત રકમ પરત ચુકવ્‍યા છતાં તેમણે દસ્‍તાવેજ પરત નહી કરીને વધુ પૈસા માંગીને તેમજ  ઉચ્‍ચ  રાજકીય સમર્થનથી પરિવારને વારંવાર પઠાણી ઉઘરાણી કરી રહયા છે.

મુખ્‍યમંત્રીને ઓનલાઇન ફરિયાદમાં ભીમાભાઇ હોથીભાઇ ભુતીયાએ વધુમાં જણાવેલ છે કે અગાઉ પોરબંદર જીલ્લા પોલીસ વડાને લેખીત ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી કોઇ પગલા લેવામાં આવ્‍યા નથી.

 ધમકી આપી અમારૂ શોષણ કરવામાં આવી રહયું છે. ઉંચા વ્‍યાજદર અને બિનકાયદેસર પઠાણી ઉઘરાણીના મામલે તાત્‍કાલીક નાણા ધીરધારની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ સંબંધીત અધિકારીઓને તાત્‍કાલીક તપાસ કરવા અને કાયદેસર પગલા લેવા સુચના આપવા વિનંતી કરીએ છીએ. તેમજ ઉંચા વ્‍યાજદરો અને આ પ્રકારની અપરાધીક પ્રવૃતિઓ પર કડક પગલા લેવા ભીમાભાઇ  હોથીભાઇ ભુતીયાએ  મુખ્‍યમંત્રીને ઓનલાઇન ફરીયાદમાં માંગણી કરી છે.

(11:13 AM IST)