તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
રવિવારે ઝાકળ વર્ષા : ૪ ફેબ્રુઆરી સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉતર ગુજરાતમાં લાગુ પુર્વ ગુજરાત વિસ્તારોમાં માવઠાની શક્યતા
વધુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારને બાદ કરતાં માવઠાની શક્યતા નહિવતઃહવામાન નિષ્ણાત રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારાઃ તાલુકાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસીયા એ જણાવ્યું હતું કે આજથી આગામી ૬ ફેબ્રુઆરી સુધી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફદ્યાનિસ્તાન ઉપર છે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટબન્સ ૧થી૩ તારીખ વચ્ચે ઉત્તર ભારતને અસર કરશે. તેથી ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે, હાલે આજથી આગામી ૨ ફેબ્રુઆરી સુધી પヘમિનો પવન રહેશે જેનાથી સરફેશ લેવલમાં ભેજનું પ્રમાણ વધશે. અને ઝાકળ વર્ષા થશે. ૨ ફેબ્રુઆરીની રાતથી મીડલેવલમાં ભેજનું પ્રમાણ વધશે અને અરબીસમુદ્ર માંથી ભેજ વાળા પવનો ગુજરાત ઉપર પસાર થશે એટલે તારીખ ૨ થી ૪ વાદળછાયું વાતાવરણ થશે અને અમુક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે જેમાં ઉત્તરગુજરાત લાગુ પૂર્વ ગુજરાતમાં માવઠાનું જોખમ વધુ અને સૌરાષ્ટ્ર બાજુ માવઠાનું જોખમ ઓછું છે. સૌરાષ્ટ્રમાં અમુક જગ્યા એ છાંટા છૂટી કે હળવા ઝાપટા સીમિત વિસ્તારમાં પડી શકે કોઈ મોટુ માવઠું નથી વાદળો ટુટતા ફરી ઠંડી વધશે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
