તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
પારો ઉપર પણ હળવા ઠાર સાથે ‘‘ઝાકળ'' વરસતા ભીનાશભરી ઠંડક છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ
લઘુતમ તાપમાન આજે પણ ઉંચુઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત માવઠાની આગાહીના પગલે ખેડુતોને સાવચેત રહેવા ચેતવણી

રાજકોટ તા.૩૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચો ગયો છે પરંતુ હળવા ઠાર સાથે ‘‘ઝાકળ'' વરસતા ભીનાશભરી ઠંડક છવાયેલ છે આવા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ યથાવત છે.
આજે રાજકોટમાં ૧૫ ડિગ્રી કચ્છના નલીયામાં ૧૫.૨, જામનગરમાં ૧૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ આગામી સમયમાં જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે. પાક રક્ષણ માટે રાજ્યના ખેડુતોને તકેદારીનાં પગલા લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ છે.
આ અંગે વધુ વિગતો અને જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામક(તાલીમ)શ્રી, KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.૫, મહતમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૮૫%, પવનની ગતિ ૬ કિ.મી. રહી હતી.(૨.૧૪)
ગિરનાર પર ઠંડીનો પારો ૭ ડિગ્રીએ સ્થિર
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: આજે પણ ગિરનાર પર્વત પર ઠંડીનો પારો ૭ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.
ગઈકાલે રાત્રે જુનાગઢનું તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રી રહ્યું હતું. જેની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૭ ટકાએ પહોંચી જતા વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું.
ગિરનાર પર્વત પર પણ સવારે ધુમ્મસના આક્રમણથી તાપમાન ડિગ્રી રહ્યું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૭ કિલોમીટરની રહી હતી.

(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
