તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
જુનાગઢમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ર ઝડપાયાઃ રૂા.૨.૪૩ લાખનો મુદામાલ જપ્ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦: રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા ઇ/ચા. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ દારૂનો જથ્થો ઝડપાયો છે.
પોલીસે (૧) સતીષ શશીકાંત કયાડા પટેલ ઉવ.૩૮ રહે. જુનાગઢ જોષીપરા ખલીલપુર રોડ અને (૨) વીમલભાઈ કાંતીભાઈ પંડયા ઉવ.૩૫ રહે, જુનાગઢ મધુરમ ટીંબાવીડી મેંગલધામને ઝડપી લીધો છે. સમીર હાસમભાઇ પટણી ઉર્ફે કાલી રહે. જુનાગઢની શોધખોળ કરેલ છે.
પોલીસે બોટલ નંગ ૩૮૪ કી.રૂ. ૩૮૪૦૦/, નીશાન ટેરેનો કાર ફોર વ્હીલ રજી.નં- જી.જે.૦૧.આર.જી.૧૫૪૯ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-, સેમસંગ મોબાઇલ રૂ.૫૦૦૦/- સહિત મુદામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી ‘એ' ડીવી.પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર બી.બી.કોળીની સુચના મુજબ પો.સબ.ઇન્સ વાય. એન.સોલંકી, એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા તથા જે.પી.મેતા, પો.હેડ.કોન્સ. ટી.બી.સીંધવ, પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા, જીગ્નેશભાઇ શુકલ, સુભાષભાઇ કોઠીવાળ, ધર્મેશભાઇ વાઢેળ, નરેન્દ્રભાઈ બાલસ, નીલેશભાઇ રાતીયા, જુવાનભાઇ લાખણોત્રા નાઓએ કરી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
