તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
કાલાવાડ પંથકમાં નદીએ કપડા ધોતી મહિલા અકસ્માતે ડુબી જતા મોત

જામનગર, તા.૩૦ : કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામે રહેતા પ્રતાપાલસિંહ બળદેવસિંહ જાડેજા, ઉ.વ.૩૪ એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, શાલાબા બઈદેવસિંહ જાડેજા, ઉ.વ.પ૮ વાળા તેઓના ગામમા આવેલ નદીયે કપડા ધોવા માટે ગયેલ હોય અને અકસ્માતે નદીના પાણીમા પડી જતા ડુબી જતા સારવારમાં લાવતા મૃત્યુ પામેલ છે.
દારૂ-જુગારના દરોડા
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ.વિમલભાઈ રામાભાઈ વૈરૂ એ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુર ગામે ધર્મશાળા રોડ લીંબડા પાસે આરોપી નયનભાઈ ભાવીનભાઈ જાદવ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૦૦નના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ.સરમણભાઈ સીદીભાઈ ગરચરએ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુર ગામે રેલ્વે સ્ટેશનના ગેઈટ પાસે આરોપી મંગલભાઈ કિરણભાઈ બેવાસી એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ.કળણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, ઉમીયા મોબાઈલ પાસે, જામજોધપુર ગામે આરોપી આવળભાઈ પરબતભાઈ કટારા એ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
