<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક ખેડૂતોનું સત્યાગ્રહ સંમેલન : ડેમ, જમીન માપણી, પાક વીમો સહિતના મુદ્દે ભાજપ સરકાર ઉપર પ્રહારો

સત્યાગ્રહ સંમેલનમાં કોગ્રેસ અને આપ ના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા : જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૦ ;દેવભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીક હાઇવે પર વાછરડાવાવ મંદિર ખાતે ખેડૂતોનું સત્યાગ્રહ સંમેલન યોજાયું હતું.

સંમેલનમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા.સત્યાગ્રહ નામે સંમેલનમાં કોગ્રેસ અને આપ ના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવા સહિતના મુદ્દે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું હતું.દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો 70 થી 80% મળવાપાત્ર હતો તે નથી મળ્યો તે મુદ્દે રાજ્ય સરકાર સામે પ્રહારો કરવામાં આવ્યા હતા

દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાઈ છે.

11 - 11 વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે પણ પરિણામ શૂન્ય છે.સરકાર 11 વર્ષમાં 1 ગામનો નકશો પણ સુધારી શકી નથી.

7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છે. 

         છેલ્લા 15 વર્ષથી વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે દર ચૂંટણીએ માત્ર ઉદઘાટન થાય છે જેવા અનેક મુદ્દે ખેડૂતો એકઠા થયા હતા

જીગ્નેશ મેવાણી અમિત ચાવડા, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(2:07 PM IST)