<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

બગથરીયા પરિવાર દ્વારા બગથળામાં કાલે ર૧ કુંડી મહાયજ્ઞોત્‍સવઃ આજે રાત્રે લોકડાયરો

પરસોતમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયા સહિતના ઉપસ્‍થિત રહેશે

રાજકોટ તા. ૩૦: બગથળામાં શ્રી બગથળા ધામમાં બગથરીયા પરીવાર દ્વારા કાલે તા. ૩૧ ને શુક્રવારે ર૧ કુંડી મહા યજ્ઞોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં કાલે શુક્રવારે સવારે શુભ ચોઘડીયે શ્રી બગથળા ડાડાને જલાભિષેક, ધ્‍વજારોહણ, હેમાદ્રી વાંચન સવારે ૧૧ વાગ્‍યે શ્રી નકલંક મંદિરના પૂ. દામજીબાપુના આશિર્વચન બપોરે ૧ર વાગ્‍યે બીડુ હોમાશે ૧ર-૩૦ વાગ્‍યે થાળ ધરીને મહાપ્રસાદ યોજાશે. આજે ગુરૂવારે સાંજના ભોજનના દાતા જગદીશભાઇ કરશનભાઇ (ડોડીયાળાવાળા) છે.

આજે રાત્રીનાં લોકડાયરામાં લલીતાબેન ઘોડાદ્રા, અરવિંદભાઇ બગથરીયા, મીતલબેન કલોલા (બેબી મિતલ), પ્રફુલભાઇ બગથરીયા, વિજયભાઇ રાવળ, રસીક બગથરીયા, લાલા બેરડીયા, ગજેન્‍દ્રભાઇ બગથરીયા, સમીરખાન, ભરત કબીરા, જગદીશ મિસ્‍ત્રી જમાવટ કરશે.

આ તકે પરસોતમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયા, પૂ. દામજી ભગત, દુર્લભજીભાઇ દેથરીયા, સતીષભાઇ મેરજા, પૂ. કિશોરબાપુ સહિતના ઉપસ્‍થિત રહેશે.

વધુ વિગત માટે દિનેશભાઇ બગથરીયા (મો. ૮ર૩૮૮ ૮૧૩૪પ), ધવલભાઇ બગથરીયા (મો. ૯૯૧૩૪ ૪૦પ૦પ) નો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

બગથરીયા પરિવારને ઉપસ્‍થિત રહેવા શ્રી બગથળા ડાડા સેવા સમિતી તથા ટ્રસ્‍ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(2:23 PM IST)