News of Thursday, 30th January 2025
ગોંડલના જામવાડીમાં કારખાનામાંથી પ.૩પ લાખની રોકડની ચોરી કરનાર બે શખ્સો પકડાયા
રૂરલ ક્રાઇમ બ્રાંચે અને ગોંડલ પોલીસે રાજકોટના અંકિત વિકાણી અને મોરબીના સૂરજ સોલંકીને ૪.૦૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો, કાર અને રોકડ રકમ સહિતના સાધનો નજરે પડે છે.

રાજકોટ, તા. ૩૦ : ગોંડલના જામવાડીના કારખાનામાંથી ત્રણ દિ' પૂર્વે પ.૩પ લાખની રોકડ રકમની ચોરી કરનાર તસ્કર બેલડીને રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા ગોંડલ પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલ બંને તસ્કરો અગાઉ ચોરીમાં પકડાઇ ચૂક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૨૬/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ગોંડલ જામવાડી જી.આઈ.ડી.સી.માં પ્રાઈમ એગ્રો ફુડ પ્રોડકટ નામના કારખાનામાં કોઇ અજાણ્યા ચોર ઇસમે કારખાનાની દીવાલ ટપી ઓફીસની બારીનો સળીયો કાપી ઓફીસ અંદર પ્રવેશી ઓફીસોના દરવાજાના ડીટીઝલ લોક(તાડા) તોડી ટેબલના ખાનાના લોક તોડી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.૫,૩૫,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયેલ જે અંગે ગોંડલ સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના તથા બી-ડીવી પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો દ્વારા આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ તેમજ અગાઉ આવી એમ.ઓ. ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ.
જે દરમ્યાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ તથા પો.હેઙકોન્સ. અનીલભાઈ આર.ગુજરાતી તથા વાઘાભાઈ.એમ.આલ. તથા ભગીરથસીંહ કે.જાડેજા તથા પો.કોન્સ. મહીપાલસીંહ એમ. ચુડાસમાને ગુનામાં ફોર વ્હીલ કારનો ઉપયોગ થયેલ હોવાનુ જણાતા સી.સી.ટી.વી. ફુટેજ આધારે સદરહુ ગુન્હામાં એસન્ટ કાર રજી.નં-GJ-03-CA-૨૩૬૬ વાળીનો ઉપયોગ થયેલ હોવાની માહીતી મળી આવેલ જે માહીતી આધારે સદરહુ કાર તથા આરોપીઓની વોચ તપાસ દરમ્યાન ગોંડલ સુરેશ્વર ચોકડી પાસેથી રોકડ રૂ.૩,૧૮,૯૦૦/- તથા વીદેશી ચલણી નોટ ડોલર તથા દિનાર કી.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ સાધનો કી.રૂ.પ૦૦/- તથા એસન્ટ કાર કી.રૂ.૭૦,૦૦૦/- સહિત કુલ રૂ.૪,૦૪,૪૦૦/- સાથે (૧) અંકિત મહાદેવઈ ઉર્ફે કુમારભાઇ વિકાણી ધંધો.મજુરી રહે, રાજકોટ, ગોંડલ ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગુજરાત પેટ્રોલપંપ પાછળ, જી.રાજકોટ મુળ રહે. રામપર તા.ટંકારા તથા (૨) સુરજ સુખાભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો. મજુરી રહે. ગોકુલનગર, કાળ ભૈરવના મંદીરની બાજુમાં. સનાળા વિસ્તાર મોરબીને પકડી પાડી પુછતાછ કરતા આ બંને એ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
પકડાયેલ અંકિત અગાઉ રાજકોટના બી-ડીવીઝન, એરપોર્ટ પોલીસ મથક તથા જોડીયામાં અને સુરજ રાજકોટના એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં ગુન્હામાં પકડાઇ ચૂક્યો છે.
આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઈ.બાલકળષ્ણભાઇ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, વકારભાઇ આરબ, પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી,વાઘાભાઇ આલ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા, ધનશ્યામસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ તથા પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઇ સોનરાજ, મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા તથા અનીવળધ્ધસૌહ જાડેજા, વિરમભાઇ સમેચા તેમજ - ગોંડલ બી-ડીવી.ના પો.ઈન્સ. જે.પી.ગોસાઇ તથા પો.સબ.ઇન્સ. વી.એન.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયા હતો.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
