<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા દોઢ લાખ ૬૦ દિવસમાં ચૂકવવા આદેશ

રાજકોટ તા. ૩૦: ચેક રીટર્નના કેસમાં આરોપી મહેન્‍દ્ર છગનભાઈ પટેલને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને વળતર પેટે રકમ રૂા.૧,૫૦,૦૦૦/- દિવસ-૯૦ માં ચુકવી આપવી અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ ૯ માસની સાદી કેદની સજા ફરમાવતી રાજકોટની સ્‍પેશ્‍યલ નેગોશીયેબલ કોર્ટ ફરમાવી હતી. રાજકોટ શહેરના મહેન્‍દ્ર છગનભાઈ પટેલ રહે. બ્‍લોક નં.સી-૧, પાટીદાર રેસીડેન્‍સી, રાજ પેલેસ સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ તથા ઠે. LIC મેઈન ઓફીસ, મહીલા કોલેજ ચોક, કાલાવડ રોડ, રાજકોટવાળાએ ફરીયાદી રૂષીભાઈ રમેશચંદ્ર જોષી પાસેથી અંગત મીત્રતાના સંબંધના દાવે વગર વ્‍યાજે હાથ ઉછીની રકમ રૂા.૧,૫૦,૦૦૦/- આરોપીએ પોતાના ધંધા અર્થે નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી પાસે ત્રણ માસ માટે રોકડા લીધેલા અને રકમ લેતી વખતે આરોપી મહેન્‍દ્ર છગનભાઈ પટેલે ફરીયાદીને નોટરી સમક્ષ નોટરાઈઝ પ્રોમીસરી નોટ કરી આપેલ અને આ પ્રોમીસરી નોટ કરતી વખતે આરોપી મહેન્‍દ્ર છગનભાઈ પટેલે પોતાની બેન્‍ક, HDFC BANK, LIC વોકહાર્ટ હોસ્‍પિટલની સામે, કાલાવડ રોડ રાજકોટ બ્રાન્‍ચનો રકમ રૂા.૧,૫૦,૦૦૦-નો ચેક આપેલ  ફરીયાદીએ પોતાની બેન્‍કમા ચેક  કલસયરીંગમાં નાંખતા આરોપીને ચેક ‘ફંડસ' ઇનસફીસીયન્‍ટ ના શેરા સાથે પરત ફરેલ હતો.  ફરીયાદીએ રાજકોટની સ્‍પેશ્‍યલ નોે. કોર્ટમાં આરોપી સામે ધ નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલી.

આરોપીએ ફરીયાદીની કાયદેસરની ચેક મુજબની કાયદેસરની લેણી રકમ પરત ચુકવેલ નથી અને કાયદા પાછળનો હેતુ તથા આરોપીની વર્તણુંક લક્ષમા રાખવા આરોપી પ્રત્‍યે દયા રાખવી ન જોઈએ અને સમાજમાં દાખલો બેસે, લોકોનો બેંકીંગ વ્‍યવસ્‍થામા વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોકક્‍સપણે સજા કરવી જોઈએ તે તમામ દલીલો ધ્‍યાને લઈ રાજકોટની સ્‍પેશયલ નેગો. કોર્ટ ૧૧ માં એડીશનલ ચીફ જયુડી. મેજી.શ્રી એ. પી. ડેર આરોપી મહેન્‍દ્ર છગનભાઈ પટેલને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને વળતર પેટે રકમ રૂા.૧,૫૦,૦૦૦/- દિવસ-૯૦ માં ચુકવી આપવી અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ ધર્મેન્‍દ્ર એમ. જરીયા તથા સહયોગ ગૌરવ જે. જરીયા રોકાયેલા હતા.

(2:46 PM IST)