<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

બેટ દ્વારકામાં ‘ઇન્‍ડિયા આવાસ યોજના'ના મકાનો તોડી પડાયાઃ અમિત ચાવડાના પ્રહારો

તંત્રએ લોકોને કોઇપણ નોટીસ ન આપી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

દ્વારકા- ખંભાળીયા તા.૩૦: દેવભુમી દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં ડિમોલેશન બાદ રાજકીય વાતાવરણ ગરમાયુ છે અને કોંગ્રેસ આગેવાનોએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

બેટ દ્વારકામાં ડિમોલેશન મુદે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અસરગ્રસ્‍ત લોકો સાથે વાત કરી હતી. બુલડોઝરની કાર્યવાહી અંગે સરકાર પર કોંગ્રેસે આક્ષેપો કર્યા છે.  તંત્રએ લોકોને કોઇપણ નોટીસ ન આપી હોવાનો આક્ષેપ કર્યો છે. ઇન્‍ડિયા આવાસ યોજનાના મકાનો તોડી પડાયાનો દાવો કરાયો છે. અમિત ચાવડા સાથે કોંગ્રેસના સ્‍થાનિક નેતાઓ પણ જોડાયા હતા.(૨.૬)

(3:46 PM IST)