<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

કોડીનાર પાલિકા ચૂંટણીઃ ભાજપ દ્વારા બે નામની જાહેરાત બાકી

ગત ટર્મના અનેક ઉમેદવારોના પતા કપાયા જ્‍યારે અનેક નવા ચેહરાને સ્‍થાન

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૧: કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા ૭ વોર્ડ ના ૨૮ ઉમેદવારો માં થી આજે ૨૬ નામો ની સતાવાર જાહેરાત કરી હતી, જ્‍યારે વોર્ડ ન.૩ અને ૬ માં એક એક ઉમેદવારો ના નામ ની જાહેરાત બાકી રખાઈ છે. યાદીમાં ભાજપ હાઈકમાંડ દ્વારા સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ની ચૂંટણીઓમાં ૬૦ વર્ષ થી અધિક અને નો રિપિટ થિયરી ના ભાગરૂપે મોટા ભાગ નાં નવા ચેહરાઓ ને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. વોર્ડ નંબર.૧ માં કાંતાબેન સુરસિંગભાઈ જાદવ, લલિતાબેન પ્રકાશભાઈ ડોડીયા, રવેસિંહભાઈ વિરભણભાઈ ડોડીયા, અતુલકુમાર રમેશચંદ્ર ગંગદેવ,વોર્ડ નંબર ૨ માં મનીષાબેન હિતેષભાઈ રાઠોડ, પુષ્‍પાબેન ભરતભાઈ બારડ,મુકેશભાઈ કરશનભાઈ સાખડ, અસલમ મહંમદભાઇ ચોહાણ,  વોર્ડ નંબર ૩માં સબાબેન રફીકભાઈ કચ્‍છી, કયુમ કાસમભાઈ જુણેજા, મહમદઅનીસ સૈયદ હુસેન કાદરી, વોર્ડ નંબર ૪ લાભુબેન ગોપાલભાઈ ચુડાસમા, કોમલબેન નિલેશભાઈ ખીલવાની, દીપકભાઈ બાલુભાઈ દમણિયા, ઇકબાલખાન દાઉદખાન પઠાણ,વોર્ડ નંબર ૫ રુક્‍સનાબેન હાજીભાઈ પરમાર, કવિતાબેન નરેન્‍દ્રકુમાર જાની, અવેશબાપુ અ. રજાક કાદરી, વિવેકભાઈ મનુભાઈ મેર, વોર્ડ નંબર ૬ માં ભારતીબેન રાજુભાઈ બાંભણીયા, મનોજકુમાર દાનાભાઈ વાઢેળ, નારણભાઈ પ્રદીપભાઈ ડાભી અને વોર્ડ નંબર ૭ માં રૂપાબેન જગદીશભાઈ મેર, નીમુબેન પ્રતાપભાઈ બારડ, પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકી, જાવીદભાઈ યુસુફભાઈ જુણેજાના નામો જાહેર કરાયા છે

(2:00 PM IST)