News of Saturday, 1st February 2025
બોટાદમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામશે
તુરખા અને પાળીયાદ તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણીના પણ ફોર્મ ભરાયા: તમામ પક્ષો અને ઉમેદવારોએ જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

બોટાદમાં નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી માટે ફોર્મ ભરવા ઉમેદવારો તાલુકા સેવા સદન ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે બોટાદ પ્રાંત કચેરી પહોંચી નાયબ કલેકટરને ફોર્મ સુપ્રત કર્યા. નગરપાલિકાના ત્રિપાંખીયા જંગમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે.
તુરખા અને પાળીયાદ તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણીના પણ ફોર્મ ભરાયા. પડતર પ્રશ્નો અને વિકાસની કામગીરીના મુદ્દાને લઇ તમામ પક્ષો ચૂંટણી મેદાને ઉતર્યા છે. તેમજ તમામ પક્ષો અને ઉમેદવારોએ જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
