તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 1st February 2025
કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો
કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને મેદાને ઉતારી: કાના જાડેજા સહિત 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

પોરબંદર જિલ્લામાં કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને મેદાને ઉતારી છે. કાના જાડેજા સહિત 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં કુલ 6 વોર્ડમાં 12 મહિલા અને 12 પુરૂષોએ આજે ઉમેદવારી નોંધાવી છે.
કુતિયાણા સીટી નગરપાલિકા વિસ્તારનો વિકાસ કરવાની નેમ સાથે કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કુતિયાણામાં ઘટતી વસ્તી અને શહેરના વિકાસને ધ્યાને રાખી ચૂંટણી કાના જાડેજા મેદાનમાં ઉતર્યા છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
