<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

સાવરકુંડલા તાલુકાના વોર્ડ નંબર ત્રણમાં પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકબલો

વોર્ડ નંબર ત્રણના ભાજપના સદસ્ય જયસુખ નાકરાણીના અવસાન બાદ વોર્ડ ત્રણની ખાલી પડેલ સીટની ચુંટણી યોજાશે

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વોર્ડ નંબર ત્રણમાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ સાવજે મામલતદાર સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું. ગઈકાલે કૉંગ્રેસના ઉમેદવાર રમેશ જયાણીએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. વોર્ડ નંબર ત્રણના ભાજપના સદસ્ય જયસુખ નાકરાણીના અવસાન બાદ વોર્ડ ત્રણની ખાલી પડેલ સીટની ચુંટણી યોજાશે. 

 ધારાસભ્ય મહેશ કસવાલા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદેદારો ઉમેદવારી પત્ર રજૂ કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.



 

(10:13 PM IST)