<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

દિલ્હી સાથે પ્રથમવાર ભુજ વિમાની સેવાથી જોડાયું: દરરોજ મુંબઈની બે અને અમદાવાદની એક ફ્લાઇટ :જુઓ વિડીયો

આ વિમાની સેવા દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી સાથે કચ્છ જોડાશે

ભુજ :દિલ્હી સાથે પ્રથમવાર ભુજ વિમાની સેવાથી જોડાયું chhe આજે ૧ ફેબ્રુ.ના પ્રથમ ફ્લાઇટનું વોટર કેનન સાથે સ્વાગત કરાયું હતું. બંને તરફના પ્રવાસીઓના બુકિંગ સાથે ઉત્તરભારતને જોડતી આ વિમાની સેવાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે દરરોજ મુંબઈની બે અને અમદાવાદની એક વિમાની સેવા ચાલુ છે. આ વિમાની સેવા દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી સાથે કચ્છ જોડાશે એવું ભુજ એરપોર્ટ ઓથોરિટી ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)


 

(10:47 PM IST)