<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

કચ્છમાં મીરા દાતાર સલામ ભરવા જતા કચ્છના મુસ્લિમ પરિવારની કારને અકસ્માત પતિ પત્ની સહિત ત્રણના મોત : છ ને ઈજા

ગાંધીધામના ચુડવા ગામનો પરિવાર વિસનગરના ઉનાવા ગામે મીરા દાતારની દરગાહે સલામ ભરવા જઈ રહ્યો હતો ત્યારે સાંતલપુર પાસે ચાલકે કાબૂ ગુમાવતા રોંગ સાઈડે ધસી ગયેલી જીપ પલ્ટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

મીરા દાતાર સલામ ભરવા જતા કચ્છના મુસ્લિમ પરિવારની કારને અકસ્માત પતિ પત્ની સહિત ત્રણના મોત, છ ને ઈજા: ગાંધીધામના ચુડવા ગામનો પરિવાર વિસનગરના ઉનાવા ગામે મીરા દાતારની દરગાહે સલામ ભરવા જઈ રહ્યો હતો ત્યારે સાંતલપુર પાસે ચાલકે કાબૂ ગુમાવતા રોંગ સાઈડે ધસી ગયેલી જીપ પલ્ટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ પત્ની ઉસ્માનભાઈ ઉમર કોરેજા (ઉ.૫૫), ફરીદાબેન ઉસ્માન (ઉ.૫૦) અને ૫ વર્ષના બાળક આસિફ અસગર કોરેજાના અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે પરિવારના અન્ય ૬ જણ ઈજાગ્રસ્ત થયા હતા. 

(10:07 AM IST)