તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 2nd February 2025
17 મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગિરનાર સર કરવા સ્પર્ધકોએ દોટ મુકી
દેશનાં અનેક રાજયમાંથી 570 સ્પર્ધકોએ ભાગ લીધોઃ હરિયાણા, મહારાષ્ટ્, રાજસ્થાન, યુપી, એમપી, હિમાચલ અને બિહારથી ઉત્સાહભેર સ્પર્ધકો આવ્યા હતા.

જુનાગઢઃ જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર સર કરવાની સ્પર્ધાઓ યોજાય છે, ત્યારે આજરોજ અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ગીરનાર જેવા પર્વતો સર કરવાનો જુસ્સો નવયુવાનોમાં રહેતો હોય છે. ત્યારે જૂનાગઢ ખાતે ગિરનારમાં 17 મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી 570 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં હરિયાણા, મહારાષ્ટ્, રાજસ્થાન, યુપી, એમપી, હિમાચલ અને બિહારથી ઉત્સાહભેર સ્પર્ધકો આવ્યા હતા.
મળતી માહિતી મુજબ 4 કેટેગરીમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય છે, જેમાં બોયઝ માટે 5000 પગથિયા અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધાનું આયોજન થાય છે. ત્યારે લેકટરે સ્પર્ધાકોને લીલી ઝંડી આપી ગિરનાર સર કરવા પ્રસ્થાન કરાવ્યુ હતું.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
